પત્નીને પિતાના ઘરેથી વધુ દાગીના લઇ આવવાનું કહી ફિનાઈલ પીવડાવી દીધું

પતિ અને પ્રેમિકા વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો

મોરબી નજીકના મકનસર ગામે પતિએ તેની પ્રેમિકાની મદદથી પરિણીતા પર ત્રાસ ગુજારી તેમજ પરિણીતાને ફિનાઈલ પીવડાવી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરના રહેવાસી કોકીલાબેન શેખવા (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ જયેશ શેખવા અને રેખા સંજય નામની મકનસરની રહેવાસી તેની પ્રેમિકાએ મળીને ફરિયાદી પરિણીતાને તેના પિતાના ઘરેથી વધુ દાગીના લઇ આવવા માટે શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો તેમજ પરિણીતાને પ્રેમિકાની મદદથી ફિનાઈલ પીવડાવી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે દહેજ ધારા અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat