

મોરબી જિલ્લા પંચાયતના ૧૬ બાગી સદસ્યોએ પક્ષના વ્હીપનો ઉલાળિયો કરીને પોતાની મનમાની ચલાવી હોય જે મામલે જીલ્લા પંચાયતના કોંગ્રેસના જ સદસ્યે ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવા માટેની કરેલી અરજી આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જોકે કોઈ ચુકાદો આવ્યો નથી અને અગામી માસની પ્રથમ તારીખ સુધીની મુદત પડી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબી જીલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય હેમાંગભાઈ રાવલે ગુજરાત રાજ્યના નામોનિર્દિષ્ટ અધિકારીની કચેરીમાં ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કાયદેસર પગલા લેવાની અરજી કરી હતી જે અરજી મામલે આજે તા. ૧૭ ને બુધવારના રોજ બપોરે ૦૪ : ૩૦ કલાકે ગુજરાત રાજ્યના નામોનીદીષ્ટ અધિકારી કચેરી, ગાંધીનગર ખાતે સુનાવણી હોય જેથી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના ૧૬ સદસ્યો પહોંચ્યા હતા જોકે આજે કોઈ ફેંસલો કરવામાં આવ્યો નથી અને આગમી તા. ૦૧-૧૧ ની મુદત પડી હોય આગામી સુનાવણી ત્યારે હાથ ધરાશે અને ૧૬ સદસ્યોના ભાવિનો ફેંસલો ત્યારબાદ થશે તેવી માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે