



અધર્મ પર ધર્મના વિજય સમાન વિજયાદશમીના પર્વની મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે જેમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે
મોરબી રાજપૂત સમાજ દ્વારા તા. ૧૯ ને શુક્રવારે વિજયાદશમીના અવસરે બપોરે ૦૧ : ૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠેથી બાઈક રેલી યોજાશે જે રેલીમાં રાજપૂત યુવાનો રજવાડી પોષક અને તલવાર સાફા સાથે જોડાશે અને રેલી શકત શનાળા ગામના શક્તિ માતાજીના મંદિરે પૂર્ણ થશે જ્યાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવશે શસ્ત્ર પૂજનમાં રાજપૂત સાંજે જોડાવવા રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું છે
શરદ પુનમ નિમિતે રાસોત્સવ
મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૪ ને બુધવારના રજ શરદ પૂર્ણિમાના દિવસે રાત્રીના ૯ કલાકે દરબાર ગઢ મોરબી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે જેમાં રાજપૂત સમાજના દરેક પરિવારે પધારવા નિમંત્રણ પાઠવ્યું છે



