Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના માંડલ નજીક કેનાલમાં ડૂબેલા યુવાનનો ૩૬ કલાક બાદ મૃતદેહ મળ્યો

મોરબીના નીચી માંડલ નજીકની કેનાલમાં મંગળવારે સવારના સાતેક વાગ્યાના સુમારે એક યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી બાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જોકે હજુ સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી

નીચી માંડલ નજીકથી પસાર થતી કેનાલમાં એક યુવાન મંગળવારે સવારે ડૂબ્યા બાદ સ્થાનિકોએ યુવાનને બચાવવા જહેમત ઉઠાવી હતી જોકે યુવાનનો પત્તો લાગ્યો ના હતો અને બાદમાં ફાયરની ટીમની મદદ લેવામાં આવતા ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ ચલાવી રહી છે જોકે બુધવારે મોડી સાંજે મૃતદેહ મળી આવ્યો હતો ૩૬ કલાક જેટલા સમય વીત્યા બાદ યુવાનનો મૃતદેહ મળ્યો હતો તો ડૂબી જનાર યુવાન રૂપસીંહ માનસીહ ડામોર (ઉ.વ.૨૦) જાતે આદિવાસી રહે. એકોર્ડ સીરામીક,ઉચી માંડલમાં કામ કરતો પરપ્રાંતીય શ્રમિક હોય તેવી માહિતી મળી છે તો યુવાન માંડલ ગામ નજીક કેનાલમાં ડૂબ્યા બાદ તણાઈને છેક લખધીરપુર રોડ પરની કેનાલમાં પહોંચ્યો હતો અને પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે

Comments
Loading...
WhatsApp chat