

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને પોતાની ફરજ બજાવતા રોકી ને તેના પર લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર પોલીસે ફરજમાં રૂકાવટ તથા મારમારીનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરમાં નાગા બાવાની જગ્યા પાસે આરોપી રમેશભાઈ ભરવાડએ ગેરકાયદેસર પનીનું કનેક્શન લીધેલ હોય છે નગરપાલિકામાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ આણદસિંહ ઝાલા તથા અન્ય કમચારીઓ તે કનેક્શન કાપવા જતા આરોપી રમેશભાઈ ભરવાડને સારું નહિ લાગતા મહેન્દ્રસિંહ ઝાલાને તેમજ સાહેદને ભૂંડાબોલી ગાળો આપી પાવડાના હાથા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા ફરજમાં રુકાવટની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહે નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.