


મોરબીમાં સતવારા વૃદ્ધની માલિકીની કરોડોની કીમતી જમીન પચાવી પાડવા માટે વકીલ સહિતનાઓએ કાવતરું રચીને ખોટા પુરાવાઓને આધારે સાટાખત કરી છેતરપીંડી આચરી હોવાની ફરીયાદને પગલે એલસીબી ટીમે એક આરોપીની અટકાયત કરી છે
મોરબીના માધાપર વિસ્તારના રહેવાસી મલાભાઇ અરજણભાઈ ઉર્ફે અજાભાઇ હડીયલ (ઉ.વ.૬૨) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જગદીશ વાઘરીયા રહે રાજકોટ, ડી એમ પારેખ વકીલ રહે મોરબી શક્તિ પ્લોટ, જી એમ બારોટ વકીલ રહે પુનીતનગર, ધનાભાઇ સુરાભાઇ રબારી રહે શકત શનાળા મોરબી, એમ જે વાઘેલા વકીલ રહે રાજકોટ, વિજયસિંહ ડાભી રહે મેટોડા રાજકોટ, વનરાજ જેસંગભાઈ સીતાપરા રહે સુરેન્દ્રનગર અને હરદીપ જેના મોબાઈલ નં ૮૭૩૪૯ ૮૧૧૬૫ આરોપીઓએ પૂર્વ નિયોજિત કાવતરું રચીને ફરિયાદી અને સાહેદોને વિશ્વાસમાં લઈને સંયુક્ત માલિકીની જમીન વેચાણ કરવી હોય જેથી જાહેર નોટીસ આપી પ્રેસનોટની નોટીસ બનાવી તેમાં ફરિયાદી અને સાહેદોની સહીઓ લઈને જે જાહેરનોટીસના સહીવાળા પાનાનો ખોટા સાટાખત બનાવવામાં ઉપયોગ કરીને સાટાખતમાં ફરિયાદી અને સાહેદોની સહી સામે તેમના પુત્રના ફોટો ચોટાડી આરોપીઓએ સહી કરી ખોટા ચૂંટણીકાર્ડ ઉભા કરીને સાટાખતમાં નોટરી કરી સાક્ષી તરીકે બે આરોપીએ સહી કરી ખોટું સાટાખત બનાવી સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી હતી
જે કરોડોની જમીન કોભાંડ કેસની તપાસ ડીવાયએસપીને સોપવામાં આવી હોય ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે નોટરી અને વકીલ ડી એમ પારેખ રહે મોરબી વાળાની ધરપકડ કરી છે જયારે અન્ય આરોપીને શોધવા પોલીસ વિવિધ સ્થળે તપાસ ચલાવી રહી છે