મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ ડબલ થયા, એક્સપોર્ટને લાગશે બ્રેક ?

ટાઈલ્સ મેન્યુફેક્ચરિંગમા ફયુલ કોસ્ટ ૩૫ ટકા આસપાસ ગેસનો ભાવ ડબલ થતા એક્સપોર્ટ કેમ થશે મોટો સવાલ

 

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની સીધી અસર મોરબીના ઉદ્યોગો પર જોવા મળી હતી અને માર્ચ મહિનામાં જ મોટાભાગની સિરામિક ફેકટરીઓએ ૨૫ દિવસથી ૧ મહિનાનું વેકેશન જાહેર કરી દીધું છે જોકે સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે યુદ્ધની આગને પગલે ગુજરાત ગેસે ભાવમાં લગભગ ડબલ જેટલો વધારો કરી નાખ્યો છે જેથી ફેકટરીઓ શરુ થયા બાદ પણ ઉંચી પડતર કીમતને કારણે વેપાર કરવો મુશ્કેલ બની જશે

 

મોરબી વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે મોરબી સિરામિકના ૫૦૦ જેટલા યુનિટોએ વેકેશન જાહેર કરી દીધું છે જેને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય રાજ્યના લાખો શ્રમિકો તેમજ હજારો સ્થાનિકોની રોજગારીને અસર પહોંચી છે માંડ ૫૦ જેટલા એકમો જેને ગુજરાત ગેસ સપ્લાય આપી રહ્યું છે તે હાલ ચાલુ છે દરમિયાન ૧ એપ્રિલથી ગેસ આપવા ગુજરાત ગેસે સહમતી આપી છે પરંતુ ગેસના ભાવો ૮૫ થી ૮૮ રૂપિયા સુધી લેવામાં આવશે એટલે કે અગાઉ ગેસનો ભાવ હતો તેમાં બમણો વધારો થઇ ગયો છે

 

હાલ સિરામિક એકમો બંધ જ છે પરંતુ ગેસના ભાવો વધતા પડતર ઉંચી થઇ જશે સિરામિક ટાઈલ્સ ઉત્પાદનમાં લગભગ ૩૫ ટકા ખર્ચ ફયુલનો હોય છે અને ગેસના ભાવને પગલે હવે સિરામિક ઉદ્યોગ ચીન સાથે સ્પર્ધામાં નહિ ટકી સકે ઉત્પાદન ખર્ચ વધી જતા એક્સપોર્ટને અસર પડશે હાલ ઉદ્યોગપતિઓ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે અને ૧૫ તારીખ સુધી સિરામિક ઉદ્યોગ પુનઃ શરુ થાય તેવા કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી

Leave A Reply

Your email address will not be published.