મોરબીના પરષોતમ ચોક પાસેથી દારૂની બોટલ સાથે સગીર ઝડપાયો

 

મોરબીના પરષોતમ ચોક પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પરષોતમ ચોક પાસે રાષ્ટ્રીય શાળા નજીકથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવ્યો હતો જેની પાસેથી ઈંગ્લીશ દારૂની ૧ બોટલ મળી આવી હોય જેથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી તેમજ આરોપી સીદીક ઈસ્માઈલ ચાનીયા રહે મોરબી વાઘપરા વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat