પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર જે.જે. રાવલે મોરબીના શિક્ષકોને આપ્યું બ્રહ્માંડ વિષે માર્ગદર્શન

મોરબી જીલ્લાના શિક્ષકોને ગણિત અને વિજ્ઞાન જેવા ગહન વિષયોની તાલીમ આપવા માટે વીસી હાઈસ્કૂલ ખાતે ચાર દિવસીય તાલીમવર્ગ ચાલી રહ્યો છે જે તાલીમવર્ગનું શિક્ષણ વિભાગના રાઠોડ સરે સંચાલન કર્યું હતું.

જે તાલીમવર્ગમાં NCERT અંતર્ગત નવા પાઠ્યપુસ્તકની નવીનતાની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગણિતના વિવિધ પ્રકરણોની ગ્રુપ બનાવી વહેંચણી કરી ચર્ચા કરવામાં આવી હતી તો લંચ બ્રેંક બાદ બ્લ્યુ પ્રિન્ટ પ્રશ્નોના પ્રકાર પર ચર્ચા કરવામાં આવી હતી શિક્ષકો માટેના તાલીમવર્ગમાં આર્યભટ્ટ એવોર્ડથી સન્માનિત એસ્ટ્રોલોજર ડો. જે.જે. રાવલ દ્વારા બ્રહ્માંડ વિષે રસપ્રદ માહિતી આપવામ આવી હતી

જેમાં ગ્રહો, બ્લેકહોલ, ગેલેક્સી, સૂર્ય વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 5th ડાઈમેન્સન તરીકે માસ(દળ) ની માન્યતાને લગતી સમજણ આપી હતી સાથે AIRMC ના ચેરમેન ડો. ચંદ્ર્મોલી જોષી તથા મોરબી જીલ્લા પ્રોગ્રામ ઓફિસર સુનીલ સંઘાણી, જીલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે વીસી ટેક હાઈસ્કૂલના પ્રિન્સીપાલ વિડજા સહીનતા ઉપસ્થિત રહ્યા હતા તાલીમવર્ગનો ૧૩૨ શિક્ષકોએ લાભ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat