


મોરબીમાં પ્રજાપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં વરિયા ઇલેવનનો શાનદાર વિજય
મોરબીમાં વરિયા મંદિરના લાભાર્થે ક્રિષ્ના ઇલેવન ગ્રૂપ અને યુવા યંગ ગ્રુપ દ્વારા પરશુરાના પોટરી ગ્રાઉન્ડ ખાતે આગામી ક્રિકેટ ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૧૨ ટીમોના રોમાંચક મુકાબલા બાદ ફાઇનલમાં વરિયા ઇલેવન ટીમ શાનદાર વિજય મેળવી ચેમ્પિયન બની હતું.
પ્રજાપતિ સમાજના યુવાનોમાં રમત ગમતના માધ્યમથી એકતા જળવાઈ તેમજ પરિવારની ભાવના જળવાઈ રહે તેવા આશયથી ક્રિષ્ના ઇલેવન ગ્રુપ દ્વારા ગત રવિવારના રોજ પરશુરાના પોટરી ગ્રાઉન્ડ , મોરબી -૨ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કેતન વિલપરાએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ક્રિષ્ના ગ્રુપ & યુવા યંગ ગ્રુપ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઈનલ મેચમા થાનગઢની ન્યુ વરિયા ઈલેવન અને વરિયા ઈલેવન ટકરાઈ હતી જેમા વરિયા ઈલેવને શાનદાર જીત મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી. ના નામે કરેલ હતી.ટુર્નામેન્ટને સફળ બનાવવા એક્તા ગ્રુપ, એકલવ્ય ગ્રુપ, બજરંગ ગ્રુપ, જય ગુરુદેવ ગ્રુપ અને ક્રિષ્ના ગ્રુપ તેમજ મોરબીના ઉધ્યોગપતિ તથા વેપારી લોકોનો મહત્વ નો ફાળો હતો.
સમગ્ર ટુર્નામેન્ટ નુ એડિટીંગ કરવામા દિપ સ્ટુડિયો વાળા પ્રકાશભાઈ એમ. નારણીયા , પંકજભાઈ ઉટવાડીયા તેમજ બળવંતભાઈ વારેવડીયા (એક્તા ગ્રુપ) રોકાયા હતા. અસહ્ય ગરમી હોવા છતા આ ટુર્નામેન્ટ ને માણવા સવાર થી સાંજ સુધી દર્શકોની ભીડ બંને ગ્રાઉન્ડ મા જોવા મળતી હતી. સખનપરા પબ્લીસિટી દ્વારા ક્રિકેટરો તેમજ દર્શકોનુ ડી.જે. સાઉન્ડ સિસ્ટમ દ્વારા મનોરંજન પુરુ પાડવામાં આવ્યું હતુ.

