લૂંટ-ચોરીના ગુન્હાઓને અંજામ આપનાર રીઢો ગુનેગાર માળિયા ફાટક નજીકથી ઝડપાયો

એલસીબી ટીમે બાતમીને આધારે દબોચી લીધો

વાંકાનેર શહેરમાં ધોળે દિવસે ઘરમાં ઘૂસીને વૃદ્ધાને છરીની અણીએ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને બનાવ બાદ આરોપી ફરાર થયો હોય જે આરોપીને આજે મોરબી એલસીબી ટીમે માળિયા ફાટક નજીકથી દબોચી લીધો છે

વાંકાનેરના બ્રાહ્મણ શેરીના રહેવાસી જશુબા નવલસિંહ જાડેજાના ઘરમાં ઘૂસીને એક શખ્શે છરીની અણીએ પૈસા કાઢ નહીતર મારી નાખીશ તેવી ધમકી આપી હતી જોકે વૃધ્ધાએ બુમાબુમ કરતા આરોપી ગળાના ભાગે છરી મારી દીવાલ કુદી ફરાર થયો હતો આજે એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે આરોપી લાક્કીરાજસિંહ ચંદ્રસિંહ ઉર્ફે ચંદુભા ગોહિલ રહે. મૂળ વાવ હાલ શિહોર જી ભાવનગરવાળાને માળિયા ફાટક નજીકથી દબોચી લઈને બે મોબાઈલ કીમત ૧૦૦૦ નો મુદામાલ કબજે કરાયો છે

ઝડપાયેલો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય જે અગાઉ ત્રણ વર્ષ પૂર્વે ભાવનગરમાં મોટરસાયકલ ચોરીના ગુન્હામાં પકડાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તેમજ શિહોર, સોનગઢ, થાનગઢ અને વાંકાનેર પંથકમાં મોટરસાયકલ ચોરી તેમજ વલસાડ જીલ્લામાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે ત્યારે ઝડપાયેલા રીઢા ગુનેગારના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ આદરી છે

Comments
Loading...
WhatsApp chat