



મોરબીના જેતપર ગામના સરકારી ડોક્ટર સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબ થયેલી ફરિયાદ ખોટી હોવાનું અને ડોક્ટર નિર્દોષ હોવાનું જણાવીને ગ્રામજનોએ આંદોલન શરુ કર્યું છે જે આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું હતું જેમાં ઉપવાસી છાવણીમાં ગ્રામજનોએ જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો
માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતી અનુ. જાતિની એક મહિલા જેતપર ના સરકારી દવાખાને ગઈ હોય ત્યારે સરકારી ડોકટર ડેનિશ વરસાણીયા એ સારવાર કરવાને બહાને તેની છેડતી હોવાની ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ બાદ ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો જે ડોક્ટર સામે યુવતીએ છેડતીના ગંભીર આક્ષેપ કર્યા છે તે ડોક્ટર બે વર્ષથી જેતપર ગામમાં ફરજ બજાવતા હોય જેનો રેકોર્ડ ખુબ સારો રહ્યો હોય તેમ જણાવીને ગ્રામજનોએ ફરિયાદ બાદ હોસ્પિટલને તાળાબંધી કરી તેમજ જેતપર ગામની બજારો બંધ રાખીને ફરિયાદનો વિરોધ નોંધાવ્યો હતો
તેમજ કલેકટરને આવેદન પાઠવીને ફરિયાદ ખોટી હોય જે રદ કરવાની માંગ કરવામાં આવી હતી તો ગ્રામજનોનું આંદોલન આજે બીજા દિવસ ચાલુ રહ્યું હતું જેમાં હોસ્પિટલ પાસે જ ઉપવાસી છાવણીમાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા અને ડોક્ટર સામેની ફરિયાદનો વિરોધ નોંધાવ્યો હતો



