Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના દેવીપુજક વાસમાં જાહેરમાં જુગાર રમતા છ શકુનિઓ ઝડપાયા

વાંકાનેરના દેવીપુજક વાસમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને ૧૦ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેરના દેવીપુજક વાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા યોગેશ રમેશભાઈ કડેવાર, પ્રભુ ભીમાભાઈ કડેવાર, પ્રકાશ નાનજીભાઈ કડેવાર, અશોકભાઈ કેશુભાઈ કડેવાર, નરેશ જયંતિભાઈ કડેવાર અને મનસુખ ટીડાભાઈ ચારોલીયાને રોકડ રકમ ૧૦૪૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ મથકના આ સફળ કામગીરીમાં વાંકાનેર સીટી પી.આઈ. બી.ટી.વાઢીયા, આર.એચ.જાડેજા અને પી.એચ.બોરાણા સહિતના સ્ટાફે કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat