

વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં ખેત મજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની એવા ૧૪ વર્ષીય તરુણે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અત્યારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો મુજબ, ગણેશ લાલસિંહ સરપોટા (ઉં.વ. ૧૪, મધ્યપ્રદેશ) નામનો તરુણ વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં ઉસ્માનભાઈ શેરસીયાની વાડીએ હતો, ત્યારે કોઈ કારણોસર તેણે ખેતીમાં વપરાતી ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક વાંકાનેરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે તેના વતન ઇન્દોર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અત્યારે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

