મોરબી રાજકોટ હાઈવે પર જોખમી સ્ટંટ કરી પોલીસની આબરૂ લૂંટતા આવારા તત્વો

પોલીસ કોમ્બિંગ સહિતની કામગીરી કરે છે પણ પોલીસથી ડરે છે કોણ ?

 

મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું રહ્યું જ નથી તેવા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે તાજેતરમ સોની યુવાનની હત્યા બાદ લોકોના આક્રોશને પગલે પોલીસે કોમ્બિંગ, આરોપીનું સરઘસ કાઢવા સહિતની કામગીરી કરી હતી જોકે પોલીસથી કોઈ ડરતું જ હોય તેમ તાજેતરમાં હાઈવે પર જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે અને પોલીસની આબરૂ વધુ એક વખત લુંટાઈ છે

 

મોરબી જીલ્લામાં અવારનવાર જોખમી સ્ટંટના વિડીયો વાયરલ થતા રહે છે તાજેતરમાં મોરબી રાજકોટ હાઈવે પર એક જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે જેમાં બાઈક પર ખતરનાક સ્ટંટ જોવા મળી રહ્યા છે જે માત્ર પોતાનું જ નહિ અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે મોરબી જીલ્લામાં પોલીસનું કોઈ અસ્તિત્વ જ ના હોય તેમ આવારા તત્વો બેફામ બની ગયા છે આવા તત્વોને રોકવા પોલીસ પાસે કોઈ આયોજન કે પ્લાન નથી વિડીયો વાયરલ થયા બાદ પોલીસ આરોપીને પકડીને કામગીરી કર્યાનો સંતોષ માનશે જોકે આવા તત્વોને કાબુમાં ના રાખી શકનાર પોલીસ પોતાની નિષ્ફળતા સ્વીકારશે કે કેમ તેવી ચર્ચાઓ નાગરિકોમાં જોવા મળી રહી છે

Leave A Reply

Your email address will not be published.