



મોરબી શહેર અને પંથકમાં આમ તો હજુ સારો વરસાદ વરસ્યો નથી પરંતુ વરસાદને પાગલે શહેરના અનેક રોડમાં ભુવા પડી ગયા છે અને બિસ્માર તૂટેલા રોડ અકસ્માતનો ભય સર્જે તેમ હોવાથી સામાજિક કાર્યકરે જીલ્લા કલેકટર ને રજૂઆત કરી છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નવા બસ સ્ટેન્ડ શનાળા રોડથી લઈને મોરબીના સામાકાંઠા સુધીના વિસ્તારમાં વરસાદને કારણે રોડ ધોવાઈ ગયા છે તો અનેક સ્થળે ભુવા પડ્યા છે શહેરના વિવિધ વિસ્તારોના રોડ રસ્તાની બિસ્માર હાલતથી વાહનચાલકોને દરરોજ સમસ્યાનો સામનો કરવો પડે છે તેમજ ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાય છે
તૂટેલા રોડ અને ટ્રાફિકને કારણે ઈમરજંસીના કેસમાં ૧૦૮ ને નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે અયોધ્યાપુરી રોડનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે જે હજુ પૂર્ણ થયું નથી અને તહેવારોની મોસમ આવી છે જેથી તૂટેલા રોડ રસ્તાના તાકીદે રીપેરીંગ કરવામાં આવે અને નગરજનોને હાલાકીમાંથી રાહત મળે તેવી માંગ કરી છે



