મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર ૧૫ મહિલાઓને સન્માનિત કરાઈ

મોરબીમાં મહિલા સુરક્ષા સંમેલનની કરાઈ ઉજવણી

મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત અભયમ મહિલા સંમેલનમાં ગુજરાત બાળ વિકાસ સંરક્ષણ આયોગ ચેરમેન જાગૃતિબેન પંડ્યાએ નારી ગૌરવ તેમજ ગુજરાત રાજ્ય દ્વારા મહિલા સશક્તિકરણ બાબતે કરવામાં આવેલી વિશેષ અભિયાનની વિગતો આપી હતી તેમજ માતૃશક્તિ અને નારી શક્તિ સમાજ રાજ્ય અને દેશનું ભવિષ્ય છે તેમ જાણાવ્યું હતું જયારે મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ૫૦ટકા, પોલીસમાં ૩૦ ટકા આરક્ષણ, મહિલાજી.આઈ.ડી.સી. જેવી યોજનાઓ ભવિષ્યમાં ગુજરાતના વિકાસમાં મહિલાઓનું પ્રદાન પુરુષ સમોવડુ બની રહેશે તેવું ગૌરવ ભેર ચેરમેન જાગૃતિબેન પંડયાએ જણાવ્યુંહતું.

મહિલાઓ માટે રાજય સરકાર ધાત્રી યોજનાથી લઇને ૧૮૧ સુધીની વિવિધ યોજના આપી છે. જેનો ઉપયોગ વધુમાં વધુ કરે અને આપની આસપાસ રહેતી બહેનોને પણ આની જાણકારી આપવા અનુરોધ કર્યો હતો. તેમજ કન્યાઓ માટે સૂકન્યા સમૃધ્ધ યોજનાથી લઇને શાળા પ્રવેશ મહોત્સવની યોજના સરકારે અમલી બનાવેલ છે.

આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમ સૌપ્રથમ મહિલા વિભાગ સ્વતંત્ર રીતે શરુ કરાવ્યો હતો અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર મહિલાઓ નિર્ભય બને તે માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું અભયમએપ,મહિલા અદાલત, મહિલા આરક્ષણ સહીત અનેક યોજનાઓ શિક્ષણ, રોજગાર અને વ્યવસાયમાં મહિલાઓ માનભેર આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે.
સમારોહનું સ્વાગત પ્રવર્ચન જીલ્લા કલેકટર આર. જે. માકડિયાએ કર્યું હતું આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓની માહિતી પુસ્તિકાનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનું મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પંચાયત અને મોરબી પાલિકાના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે આયોજિત મહિલા સંમેલનમાં જિલ્લા ભા.જ.પ મહામંત્રી જયોતિસિંહ જાડેજા,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, અગ્રણી મંજુલાબેન દેત્રોજા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજસિંહ વાઘેલા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે.ગોહિલ, તથા તમામ પ્રાંતઅધિકારીઓ તથા વહિવટી તંત્ર, જિલ્લા પંચાયત અને મોરબી નગરપાલિકાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Comments
Loading...
WhatsApp chat