

મોરબી પંથકમાં જુગારના દરોડા યથાવત છે જેમાં બી ડીવીઝન પોલીસે સામાકાંઠે આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૫૦ હજારથી વધુની રોકડ જપ્ત કરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આર કે ઝાલા તેમજ પીએસઆઈ એ.બી. જાડેજા ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સામાકાંઠે ફ્લોરા હોમ્સ સામે આવેલા વૃંદાવન પાર્ક એપાર્ટમેન્ટના ફ્લેટ નં સી ૫૦૩ માં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો કરવામાં આવ્યો હતો
જેમાં જુગાર રમતી રહેલા રવિભાઈ દિનેશભાઈ ગુંદીગરા, આનંદ ખીમજીભાઈ ઘોડાસરા, નિશાંત સુરેશભાઈ દોશી, દિલીપ કાનજીભાઈ ભાડજા, અલ્પેશ મનસુખભાઈ ઘેટિયા અને હર્ષદ કિશોરભાઈ ચાવડા એમ છને ઝડપી લઈને ૫૦,૮૦૦ રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે