ટંકારાની છતર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો 

 

શ્રી છતર પ્રાથમિક શાળામાં  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ મહેમાનના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આંગણવાડી અને ધોરણ -1 માં પ્રવેશ લેતાં બાળકોને પાપા પગલી અને પહેલું કદમ સ્કુલ બેગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,

આ કાર્યક્રમમાં ગાંધીનગર સચિવાલયના વર્ગ -1 અધિકારી એન.જે.ચિતરીયા તથા ટંકારા મામલતદાર કેતનભાઇ સખીયા, લજાઈ સી.આર.સી.કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ સાણજા, દીપકભાઈ ભૂત, તલાટી મંત્રી પૂજાબેન, ગામના સરપંચ રસિકભાઈ ભીમાણી, ઉપસરપંચ રાજેશભાઈ સારેશા, એસ.એમ.સી.ના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ તથા પુસ્તકથી સ્વાગત ધોરણ -8 ના વિદ્યાર્થીઓએ કરેલું, સ્ત્રી કેળવણી વિષય પર અમૃત વચન ધોરણ ૮ નો વિદ્યાર્થી સારેસા મીત અને આઝાદીકા અમૃત મહોત્સવ વિષય પર અમૃત વચન સારેસા પાયલબેન રજુ કરેલ, NMMS  પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને તથા ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને અધિકારીઓના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા હતા,

દાતા રસિકભાઈ ભીમાણી અને કિરણબેન અરવિંદભાઈ સારેસાને મહેમાનના હસ્તે સાલ ઓઢાડવામાં આવી હતી, પ્રાસંગિક ઉદબોધન સી.આર.સી.કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ સાણજાએ કર્યું હતું, કાર્યક્રમના અંતમાં મહેમાનના હસ્તે વૃક્ષારોપણ કરી SMC  સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો  વાછાણી ચેતનાબેન, ભાલોડી અંજનાબેન, પીઠડીયા હીનાબેન,  ભોજાણી હેતલબેન, માદળીયા અરુણાબેન, ભોરણીયા ઘનશ્યામભાઈ, વેકરીયા ભાવિશાબેન, અગ્રાવત ડિમ્પલબેને ખાસ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમની આભારવિધિ ભોરણીયા ઘનશ્યામભાઈએ કરેલ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ -8 નો વિદ્યાર્થી સારેસા મિતેશ  અને ધોરણ -7 ની વિદ્યાર્થીની સારેસા સંજનાએ કર્યું હતું.

Comments
Loading...
WhatsApp chat