

લોહાણા મહાપરીષદ તથા લોહાણા મહાજન મોરબીના ઉપક્રમે આજે રઘુવંશી ભાઈઓ અને બહેનોને શિષ્યવૃત્તિ ચેક અર્પણ કરવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોહાણા સમાજના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે લોહાણા સમાજના કુલ ૫૩ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ૧.૭૬ લાખની શિષ્યવૃત્તિના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. રઘુવંશી સમાજના નબળા પરિવારના બાળકો યોગ્ય શિક્ષણ મેળવી સકે તેવા હેતુથી શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી રહી છે. સમારોહને સફળ બનાવવા લોહાણા સમાજના ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદન ભાઈ પૂજારા અને નીર્મીતભાઈ કક્કડ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.