

ટંકારા માં નવરાત્રી પૂરી થતા સોસાયટી વિસ્તારના ગરબા એક જગ્યા એ એકત્રિત કરીને ટંકારા યુવાન બીપીનભાઈ પ્રજાપતિ,વિનેશ નમેરા, ટીનાભાઈ કક્કડ તથા ભારત મેંદપરા વગેરે એ વેસ્ટમાંથી બેસ્ટના સાર્થક કરવા સોસાયટી ના ગરબા એકત્રિત કરીને ચકલી બચાવો અભિયાન અર્તગત તાલુકા પંચાયત ના સામેના વિસ્તારમાં ગરબા ને પધરાવા ને બદલે ચકલી માટે માળા બાંધી ને પક્ષી બચાવવા ઉમદા કાર્ય કરેલ છે.આ યુવાનો દ્રારા અનેક સેવા પ્રવૃત્તિઓ કરે છે.જેમાં ભિક્ષુક ને જમાડવા નવડાવવા, ફ્રિ ટીફીન સેવા જેવા અનેક કાર્યો કરે છે.