



૧ લી ઓક્ટોબર વિશ્વ વયસ્ક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા વિશ્વ વયસ્ક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે કાયમ અલી હઝારી અને મુખ્ય મહેમાન તરીકે જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં પ્રાર્થના અને સ્વાગત પ્રવર્ચન બાદ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો તેમજ મહેમાનોના પ્રતિભાવ જાણીને આભાર વિધિ કરવામાં આવી હતી. આ સમારોહમાં સવનિયા હનુમાનજી ભક્ત મંડળ વાઘપરા અને ડો. બળવંતભાઈ પંડ્યા દ્વારા સ્વાઈન ફ્લુના ઉકાળાનું ૩૫ દિવસ વિતરણ કરીને ૨૫૦૦૦ લાભાર્થીઓને ઉકાળો પીવડાવવામાં આવેલ જે બદલ તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહને સફળ બનાવવા સીનીયર સીટીઝન કાઉન્સિલના પ્રવીણભાઈ મહેતા અને સેક્રેટરી ડો. બી.કે.લહેરૂ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

