

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર”પ્રરિત ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી ખાતે કાર્યરત છે.
મોરબી જિલ્લાની શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે RURAL IT QUIZ ’25 નું આયોજન ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી .ટેક. હાઈસ્કૂલ સેન્ટ્રલ હોલ મોરબી ખાતે કરવા માં આવ્યું જેમાં મોરબી જિલ્લા ની. 24 શાળા માંથી 462 વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પસંદ થયેલા 12 વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રૂરલ આઈ. ટી.ક્વિઝ’૨૫ માં વિજેતા થયેલા પ્રથમ શ્રેષ્ઠ 12 વિદ્યાર્થીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા રાજ્યકક્ષાએ જશે.
‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર જિલ્લો મોરબી દ્વારા રૂરલ આઈ ટી.ક્વિઝ”૨૫ નાં સફળતાપૂર્વક આયોજન કર્તા ડીસ્ટ્રિકટ કોર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ, શ્રી નવયુગ સંકુલનાં પ્રોફેસર ડૉ. રામદેભાઈ ડાંગર, રવિભાઈ દવે તથા આઈ.પી.લેબ ઈન્ટ્કટર પાર્થભાઈ તથા વિજ્ઞાન પ્રચારક રાજેશ્વરીબેન પંડ્યાના સહકારથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું




