મોરબીની ભારતી વિધાલયમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે

 

ભારતી વિધાલય મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય તહેવાર એવા પ્રજાસત્તાક દિનની ઉજવણી તા. ૨૬ ને રવિવારે કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ દેશ ભક્તિના ગીતો પર પોતાની કૃતિઓ રજુ કરશે સાથે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ માટેનો કાર્યક્રમ યોજાશે

 

જે સમારોહમાં પ્રમુખ સ્થાને મોરબી બાર એસોના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા, મુખ્ય મહેમાન તરીકે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ શરદભાઈ સંપટ, સિરામિક એસો પ્રમુખ હરેશભાઈ બોપલીયા, પૂર્વ ઉપપ્રમુખ મોરબી નગરપાલિકા જયરાજસિંહ jadeja, ડો. પરેશ પારીઆ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

Leave A Reply

Your email address will not be published.