મોરબીમાં વ્યાજખોરો પર લગામ લગાવવા એ ડીવીઝન પોલીસ મથકે જનસંપર્ક સભા

 

મોરબી સહીત રાજ્યમાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે છાશવારે વ્યાજખોરોનો ત્રાસ સામે આવતો હોય છે ત્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે તા. ૨૪ ના રોજ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે

 

રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે તા. ૨૪ ના રોજ સાંજે ૪ કલાકે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગેરકાયદેસર વ્યાજ વટાવ/ નાણા ધીરધાર કરનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ભોગ બનેલા નાગરિકોની રજૂઆત/ફરિયાદો સાંભળી યોગ્ય નિરાકરણ કરવામાં આવશે

 

તેમજ કાર્યક્રમમાં રાષ્ટ્રીયકૃત બેંક, સેડ્યુલેડ બેંકો અને કો ઓપરેટીવ બેંકો/માઈક્રો ફાયનાન્સ પ્રતિનિધિઓ હાજર રહેશે જેથી જરૂરિયાતમંદ નાગરિકો બેંકો પાસેથી લોન મેળવી સકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.