મોરબી અને માળિયામાં બે સ્થળેથી પોલીસે દારૂ ઝડપ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગુજરાત રાજ્યના ડીજીપીના પ્રોહીબીશન જુગાર ડ્રાઈવ સબબ જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની રાહબરી હેઠળ મહાવીરસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઈ રાઠોડ, તેજપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ નવલખી આઉટ પોસ્ત્ત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જુના ખીરસરા ગામે જીતેશ પ્રભુભાઈ રહે ખીરસરા તા. માળિયા વાળો તથા ભૂપત બોરીચા રહે ફડસર મોરબી વાળા બંને ઈસમો જુના ખીરસરા ગામે જીતેશ પ્રભુભાઈ ધંધુકિયાના રહેણાંક મકાનમાં દારૂ સંતાડેલ હોય તેવી બાતમીને આધારે દરોડો કરતા છ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૨૪૦૦ અને બીયર ટીન નંગ ૩૬ કીમત ૩૬૦ સહીત કુલ ૬૦૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે

        તે ઉપરાંત બી ડીવીઝન પોલીસની ટીમે કાંતિનગર વિસ્તારમાં શેરીમાંથી ૮ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૨૪૦૦ મળી આવતા મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી વસીમ યુનુસ જુણેજા અને હાજી મહમદ પીંગલોજા રહે કાંતિનગર વાળાના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે  

Comments
Loading...
WhatsApp chat