

મોરબી સહિત સમગ્ર રાજયનાં શહેરોમાં ખાનગી સોસાયટીના કોમન પ્લોટમાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.
આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા મોરબી જિલ્લાની મોરબી, માળીયા, હળવદ અને વાંકાનેર નગરપાલિકાના શહેરીજનોને અનુરોધ કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સામાજીક આંતર માળખાકીય સુવિધાઓના ઘટક પૈકી જનભાગીદારી યોજના અંતર્ગત શહેરી વિકાસ વિભાગના રાજયની જુદી જુદી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ તેમજ સાંસદ અને ધારાસભ્યઓની રજુઆતોના સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી સ્વચ્છ ભારત મિશનના સ્વચ્છતાના હેતુસર શહેરી વિકાસ વિભાગના તા. ર૩ જૂલાઇ 2018 ના ઠરાવથી ખાનગી સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવરીંગના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે માટે શહેરની ખાનગી સોસાયટીએ કોમન પ્લોટમાં પેવરીંગના કામો માટે સ્થાનીક કક્ષાએ પત્ર પાઠવી આ સુવિધાનો લાભ લઇ શકાશે.
આ સુવિધાજનક યોજના માટે 70 ટકા સરકાર ખર્ચ ભોગવશે અને 10 ટકા નગરપાલિકા કક્ષાએ થી ખર્ચ મળવા પત્ર રહેશે તેમજ 20 ટકા રકમ લોકભાગીદારી દ્વારા સોસાયટીના રહીશો એ આપવાના રહેશે. તો મોરબી જિલ્લાની ચારે-ચાર નાગપાલિકા વિસ્તારમાં રહેતા શહેરી જનોને વધુમાં વધુ આ યોજનાઓ લાભ મેળવે તેવી અરજ સમગ્ર મોરબી જિલ્લા ભાજપ પરિવાર વતી મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલ દ્વારા જણાવામાં આવે છે.