મહેન્દ્રનગર ગામે નાસ્તો લેવા જતી સગીરાની ત્રણ શખ્શોએ છેડતી કરી

બી ડીવીઝન પોલીસે ત્રણેય ઈસમો સામે ગુન્હો નોંધ્યો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવારા તત્વો દ્વારા સગીરાની છેડતી કરવામાં આવતા ચકચાર મચી છે આવારા તત્વોએ નાસ્તો લેવા જતી સગીરાનો હાથ પકડી લઈને છેડતી કારી હતી તો મોડી રાત્રીના પોલીસ મથકે હંગામો કરવામાં આવ્યો હતો.

મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની સગીર વયની દીકરી નાસ્તો લેવા મહેન્દ્રનગર બજારમાં ગઈ હોય દરમિયાન આરોપી રજત હસમુખ પટેલ, નીખીલ પ્રવીણ સરડવા અને કુલદીપ જગદીશ વ્યાસ એ ત્રણ શખ્શોએ તેની છેડતી કરી હતી જેમાં આરોપી રજત પટેલે સગીરાનો હાથ પકડી બસ પાસે ધસડી હતી જયારે અન્ય બે ઇસમોએ હાથ પકડી છેડતી કરી હતી આ બનાવને પગલે મહેન્દ્રનગર ગામમાં રોષ વ્યાપી ગયો હતો

મોડી રાત્રીના સમયે ગ્રામજનો ઉપરાંત શિવસેના, બજરંગદળ અને ગૌરક્ષકોના ટોળા બી ડીવીઝન પોલીસ મથકે એકત્ર થયા હતા અને બનાવને વખોડી કાઢ્યો હતો તેમજ સગીરવયની દીકરીની છેડતી કરનાર તત્વોને કાયદાનું ભાન કરાવવાની માંગ કરવામાં આવી છે બી ડીવીઝન પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ છેડતીનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat