Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નવલખી બંદરે ફિશરમેન અવેરનેસ અને એન્ટી ડ્રગ્સ સેમીનાર યોજાયો

દરિયાઈ સુરક્ષા સઘન બનાવવાના ભાગરૂપે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પી આઈ એસ.એન. સાટી અને એસઓજી ટીમ દ્વારા નવલખી બંદર ખાતે જુમ્માંવાડીમાં સુરક્ષા સેતુ અંતર્ગત ફિશરમેન અવેરનેશ અને એન્ટી ડ્રગ્સ સેમીનાર યોજવામાં આવ્યો હતો

આ અવેરનેશ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ તથા ફિશરીઝ વિભાગ અને મોરબી આઈબી તથા માળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ખાનગી કંપનીના સંચાલક, મેનેજર ઉપાસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં માછીમાર ભાઈઓને પોલીસના આંખ, કાન બની દરિયાઈ નાનામાં નાની માહિતી આપવા માટે તેમજ દરિયાઈ પોલીસ તેઓ છે તેમ જણાવ્યું હતું અને દરિયાઈ સુરક્ષા અંગે જાગૃત રહીને કોઈપણ માહિતી કે શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરવી અને દરિયામાં માછીમારી કરવા જાય તે વખતે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને ભારતની જળ સીમા નહિ ઓળંગવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી

તેમજ ફિશરીઝ વિભાગ તરફથી તેમણે સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા સમજ આપવામાં આવી હતી કાર્યક્રમમાં માછીમાર સમાજના પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેઓને નશીલા પદાર્થના સેવનથી શરીરને થતા નુકશાન અંગેની સમજ આપી આવા પદાર્થોનું સેવન ના કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat