



સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ, ૧૦ રણછોડનગર રાજકોટ ખાતે તા. ૩૦ ને મંગળવારનાં રોજ સવારે ૧૧ : ૩૦ કલાકે કન્ઝ્યુમર મેળા ઉપરાંત સંસ્કૃત પ્રદર્શની અને રૂબેલા રસીકરણ સહિતના ત્રિવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે
રાજકોટ સરસ્વતી વિદ્યામંદિર સંકુલ સર્વાંગી વિકાસ સાથે સર્વોત્તમ સફળતાના ઉચ્ચ ધ્યેયને વરેલી સંસ્થા છે જે શિક્ષણ સાથે વિવિધ પ્રવૃતિઓ માટે જાણીતી છે જે આયામમાં અભિવૃદ્ધિ કરવા તા. ૩૦ અને ૩૧ ના રોજ બહેનોની વ્યાપાર કલાની કુશળતા બહાર લાવવા “કન્ઝ્યુમર મેળા” નું આયોજન કરેલ છે જેમાં બહેનો દ્વારા જ ખરીદાયેલ અને તૈયાર થયેલ વસ્તુઓનું વેચાણ થશે સાથે સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા સંસ્કૃત પ્રદર્શની યોજાશે અને સ્ત્રી સ્વાસ્થ્ય માટે ૧૫ વર્ષથી ઉપરની વયની બહેનોને રૂબેલા રસીકરણ કરવામાં આવશે
સમારોહના મુખ્ય મહેમાન રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને ડેપ્યુટી મયાર અશ્વિનભાઈ મોલિયા ઉપસ્થિત રહેશે ત્રિવિધ કાર્યક્રમનો નગરજનોએ લાભ લેવા સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, ટ્રસ્ટી કીર્તિદાબેન જાદવ અને પ્રધાનાચાર્ય દર્શનાબેન દોમડીયાએ અનુરોધ કર્યો છે



