લખધીરપુર રોડ પર કોલગેસ કદડા ઠાલવી પ્રદુષણ ફેલાવનારા બેને ગ્રામજનોએ ઝડપ્યા

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઊંઘતું ઝડપાયું, ગ્રામજનોએ જાગૃતતા દાખવી

મોરબી નજીક આવેલા સિરામિક એકમો દ્વારા કોલગેસના કદડા ગમે ત્યાં નાખીને પર્યાવરણને બેફામ નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને હવા તેમજ પાણીનું પ્રદુષણ બેફામ બની રહ્યું છે ત્યારે લખધીરપુર રોડ પર કોલગેસનો કદડો નાખવા આવેલા બેને ગ્રામજનોએ ઝડપી લીધા હતા

મોરબીના લખધીરપુર રોડ પર વિવિધ સ્થળોએ સિરામિક ફેક્ટરી દ્વારા સતત કોલગેસના કેમિકલયુક્ત પ્રવાહી અને કદડો નાખવામાં આવતો હોય જેથી જન આરોગ્ય જોખમાઈ રહ્યું હોવાથી ગ્રામજનોએ પહેરો ભરવાનું શરુ કર્યું હતું અને સતત ફેલાતા પ્રદુષણથી બોરવેલમાં કોલગેસનું પાણી ભરી ગયું હોય જેથી ગ્રામજનો કોલગેસના કદડા ઠાલવવા આવતા ટેન્કરચાલકોને ઝડપી લેવાનો નિર્ણય કર્યો હતો જેમાં આસપાસના ગ્રામજનોએ ગત રાત્રીના સમયે કોલગેસનું પાણી ઠાલવવા આવેલા બે ઇસમોને ઝડપ્યા હતા

જેમાં ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હરીભાઈ રબારી અને મીતેશભાઇ ગોસ્વામી એ બેને ઝડપી લઈને તાલુકા પોલીસ મથક લઇ જવામાં આવ્યા હતા અને બનાવ અંગે જીપીસીબીને પણ જાણ કરવામાં આવી છે જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી

Comments
Loading...
WhatsApp chat