

મોરબી જીલ્લામાં બાકી બીલ નહિ ભરનાર આસામીઓના વીજ કનેક્શન કાપવા માટે પીજીવીસીએલ દ્વારા તા. ૨૫ ના રોજ મેગા ડીસકનેક્શન ડ્રાઈવ યોજાઈ હતી જેમાં એક જ દિવસમાં રૂ ૪.૧૯ કરોડની વસુલાત કરવામાં આવી હતી તેમજ ૩૫૧૩ કનેક્શન કાપવામાં આવ્યા હતા
પીજીવીસીએલ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વીજ તંત્ર દ્વારા ૫૦૦૦ કનેક્શન કાપવા અને રૂ ૬ કરોડની વસુલાતના ટાર્ગેટ સાથે ૨૧૫ જેટલી ટીમો મેદાને ઉતરી હતી મેગા ડ્રાઈવમાં ૩૫૧૩ વીજ કનેક્શન કપમાં આવ્યા છે અને રૂ ૨.૧૫ કરોડની રીકવરી કરવામાં આવી હતી તેમજ ૩૦૫૭ ગ્રાહકોએ દંડની રકમ સાથે બીલ ભરપાઈ કરતા રૂ ૧.૫૩ કરોડની વસુલાત થઇ છે અને દંડ પેટે રૂ ૪.૫૧ લાખ સહીત કુલ ૪.૧૯ કરોડની રીકવરી કરવામાં આવી હતી તેમજ હજુ પણ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને બાકીદારો પાસેથી નાણાની વસુલાત કરવામાં આવશે તેમ પીજીવીસીએલ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે




