મોરબી જીલ્લામાં પીજીવીસીએલની મેગા ડ્રાઈવ, ૭૫,૪૩૨ કનેક્શન પર લટકતી તલવાર

 

મોરબી જીલ્લામાં પીજીવીસીએલ ટીમ દ્વારા વીજ બીલ નહિ ભરનાર ગ્રાહકોના કનેક્શન કાપવા માટે મેગા ડીસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે તા. ૨૫ ના રોજ પીજીવીસીએલની ૨૧૦ ટીમો મેદાને ઉતરશે અને બાકીદાર હોય તેવા ૭૫,૪૩૨ કનેક્શન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

મોરબી પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જીનીયર ડી આર ઘાડિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી સર્કલમાં કુલ ૩,૯૦,૦૦૦ લો ટેન્શન અને ૨૨૭૬ હાઈ ટેન્શન ગ્રાહકો છે જેમાંથી અંદાજે ૭૫,૪૩૨ LT ના એવા ગ્રાહકો છે જેનું બીલ ૧૦૦૦ થી વધુ હોય અને ભરપાઈ કરવામાં આવ્યું નથી અને પીજીવીસીએલને અંદાજે રૂ ૩૮ કરોડથી વધુની રકમ વસુલવાની બાકી છે ૨૫ તારીખે મોરબી સર્કલ હેઠળના ૨૦ સબ ડીવીઝનોમાં મેગા ડ્રાઈવ યોજાશે ૨૧૦ ટીમો મેદાને ઉતરશે અને બાકીદારોના ઘરે અથવા એકમો પર જઈને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવશે

 

કુલ બાકી લેણા (જાન્યુઆરી સુધીની સ્થિતિએ)

૭૫,૪૩૨ LT ગ્રાહકો – રકમ રૂ ૩૮.૫ કરોડ

હળવદ નગરપાલિકા સરકારી લેણું – રૂ. ૮.૧૬ કરોડ

માળિયા નગરપાલિકા સરકારી લેણું – રૂ ૯૨ લાખ

ટંકારા નગરપાલિકા (સરકારી લેણું) – રૂ ૨૨ લાખ

 

 

Leave A Reply

Your email address will not be published.