પી.જી.પટેલ કોલેજમાં અન્નનો બગાડ અટકાવવા પ્રેરણા પૂરી પાડી, જુઓ ડ્રામાનો વિડીયો  

લગ્ન પ્રસંગ, તહેવાર કે અન્ય કોઈ સારા નવરા પ્રસંગે જમણવાર સમયે અન્નનો બગાડ થતો જોવા મળે છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાથીઓએ “સેવ ફૂડ, સેવ લાઈફ – લેટ્સ બી હપિંગ હેન્ડ્સ ” વિષય પર ડ્રામા યોજાયો અને વિધાથીઓએ અન્નનો બગાડ ન કરવા શપથ લીધા હતા.

આજના યુવાનો ખોરાકનો બગાડ અટકે, અન્નનો બચવ થાય અને ગરીબ વર્ગને ભોજન મળી રહે તેવા ઉતમ હેતુ અર્થે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ટી.વાય બી કોમ ના વિધાથીઓ દ્વારા “SAVE FOOD SAVE LIFE-LET’S BE HAPING HANDS” ડ્રામા યોજાયો હતો.આ ડ્રામામાં કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહીને વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને વિધાર્થીઓના આ ઉમદા વિચારને બિરદાવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ અને જસ્મીન અંદાણી સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી.

 

જુઓ વિડીયો………………….

 

Comments
Loading...
WhatsApp chat