Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : ખેતરના શેઢા મામલે ચાલતી તકરારમાં આધેડ પર જીવલેણ હુમલો

તાલુકા પોલીસે ખૂનની કોશિશનો ગુન્હો નોંધ્યો

મોરબી નજીકના ગામમાં ખેતરના શેઢા બાબતે તકરાર ચાલતી હોય જે મામલે આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય જે અંગે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત આદરી છે

મોરબીના ગોર ખીજાડીયા ગામના રહેવાસી અનીલ વિરજીભાઈ કણઝારીયા (ઉવ ૨૮) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવાનની ખેતીની જમીન બાજુમાં આવેલ ખેતરના શેઢા બાબતે આરોપી શૈલેશ ઉર્ફે મુળજીભાઈ બચુભાઈ કણઝારીયા સાથે લાંબા સમયથી રકઝક ચાલતી હોય

જેમાં આરોપીએ ફરિયાદીના પિતા વિરજીભાઈ કણઝારીયા (ઉવ ૫૫) સાથે નિંદેલુ ખળ ખેતરમાં નાખવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ફરિયાદીના પિતાને માથામાં ડાબી અને જમણી બાજુ સોરીયાના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જે બનાવમાં આધેડને ફેકચર અને હેમરેજ જેવી ગંભીર ઈજા કરી જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat