વાંકાનેર રેલ્વે સ્ટેશન પર મુસાફર લેપટોપ બેગ ભૂલી ગયો, રેલ્વે પોલીસે પરત સોપ્યું

 

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે એક મુસાફર પોતાનું ૬૫ હજારનું લેપટોપ રાખેલ બેગ પ્લેટફોર્મ પર ભૂલી ગયો હતો અને રેલ્વે પોલીસને બેગ મળતા મુસાફરને શોધી કાઢી પરત સોપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

 

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે પ્લેટફોર્મ નં ૩ ખાતે મુસાફર શિવમ શુભ નારાયણ ત્રિપાઠી રહે મહારાષ્ટ્ર વાળા જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી પ્લેટફોર્મ નં ૩ પર પોતાનું લેપટોપ બેગ ભૂલી ગયો હતો જેમાં એચપી કંપનીનું રૂ ૬૫,૦૦૦ હતું જે બેગ રેલ્વે પોલીસે મૂળ માલિકની ખરાઈ કરી મૂળ માલિકને પરત સોપ્યું હતું

Leave A Reply

Your email address will not be published.