ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ વાડીમાં જાહેરમાં જુગાર રમતા પાચ પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારાના લજાઈ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રોકડ ૪૨ હજારથી વધુની મત્તા સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા ની સુચના ડીવાયએસપી બનો જોષી માગૅદશન હેઠળ ટંકારા પી એસ આઇ એમડી ચૌઘરી સહિત પ્રફુલકુમાર જેઠાભાઈ ,વિક્રમ ભાઇ લાભુભાઇ કુગસીયા ,વિશ્ર્વરાજસિહ પ્રવિણસિંહ ઝાલા ,ચકુભાઇ કલોતરા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્રેટ્રોલીગં મા હતા દરમિયાન લજાઇ ગામે ભિમનાથ મહાદેવ પાસે સીમ વિસ્તારમાં બચુભાઇ બેચરભાઈની વાડીએ જુગાર રમતા અનોપસિંહ વજુભા ઝાલા, સતાભાઇ મામદભાઈ વકાલિયા, ભગવાનજીભાઈ છગનભાઇ મસોત, અંબારામભાઈ વાલજીભાઈ મસોત, કાનજીભાઈ રામજીભાઈ કોટડીયાને રોકડ રકમ રૂ.૪૨૪૭૦, બાઈક-૩ કિંમત રૂ.૬૫૦૦૦ મળી કુલ રૂ. ૧,૦૭,૪૭૦ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat