



નવકાર મલ્ટી સ્પેશિયાલીટી ફીઝીયોથેરાપી કલીનીક દ્વારા ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નવકાર ફીઝીયોથેરાપી કલીનીકના નિષ્ણાત ડોકટરોએ સેવા આપી હતી અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો.
15 ઑગષ્ટ ના પાવન અને પવિત્ર દિવસે ” નવકાર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ક્લિનિક, પાલડી, અમદાવાદ ” ખાતે ફ્રી મેગા ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પ મા નવકારના અનુભવી ડૉ દિલીપભાઈ વાઘેલા અને ડૉ રોહિત પટેલ તથા ડો નિધિ શાહ, ડો ગીરીષા શાહ, ડો પંક્તિ પંચાલની સેવા હેઠળ 50 થી વધારે દર્દી ઓની તપાસ કરવા મા આવી હતી. આ કેમ્પ મા લાભ લેનાર તમામ દર્દીઓને બધી જ તકલીફમા થી કેવી રીતે ફ્રી થવું એનું સરસ, સચોત માર્ગદર્શન તમામ ડૉક્ટરો એ આપ્યું હતું.



