નાના રામપર સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરાઈ

 

આજ તારીખ 30 /9 /2025 ના રોજ શ્રી નાનારામ પર સેવા સહકારી મંડળી લિમિટેડની બિનહરીફ થયેલ વ્યવસ્થાપક કમિટીની પ્રથમ બેઠક કસ્ટોડિયન જી.એમ .જાડેજાના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવેલ જેમાં વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યો જીતેન્દ્રસિંહ ચંદુભા ઝાલા, ઘનશ્યામ રૂગનાથભાઈ ભાડજા, કિશોરસિંહ પ્રભાતસિંહ ઝાલા, નીરુભા બેચુભા ઝાલા,  રૂપસિંહ ચંદુભા ઝાલા, હીરાલાલ નરશીભાઈ જગોદરા, ગણપતસિંહ જીતુભા જાડેજા, પૃથ્વીસિંહ નવલસિંહ ઝાલા,  ધર્મેન્દ્રસિંહ દિપસિંહ ઝાલા, ભરતસિંહ કિરીટસિંહ ઝાલા, શ્રીમતી દશરથબા જોરુભા ઝાલા, અને શ્રીમતી મુક્તાબેન જસમતભાઈ મંડાણી હાજર રહ્યા હતા

 

જેમાં પ્રમુખ તરીકે નિરુભા બેચુભા ઝાલા તથા ઉપપ્રમુખ તરીકે હીરાલાલ નરસીભાઇ જગોદરાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. ઉપસ્થિત તમામ ગ્રામજનોએ આ હોદ્દેદારોને તથા તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.