મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

       મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૧૦-૨૦૧૯ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃતરીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.

આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાપાત્ર થશે.

Comments
Loading...
WhatsApp chat