Billboard ad 1150*250

હળવદમાં વિજયાદશમીની પરંપરાગત ઉજવણી, રાવણદહન- શસ્ત્ર પૂજન કરાયું

0 39
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અસત્ય પર સત્યનો વિજય હળવદમાં આતશબાજી સાથે રાવણનુ પુતાળા દહન: શોર્યગાથા સાથે શસ્ત્ર પૂજન: ફાફડા જલેબી મીઠાઈની દુકાનોમાં ભીડ

Post ad 2

હળવદમાં વિજયાદશમીની પરંપરાગત ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી આજે દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મીઠી મધમધતી જલેબી ને ફાફડા સાથે ચોરાફળી પરંપરાગત રીતે દશેરાની ઉજવણી સાથે તહેવાર નો ઉલ્લાસ છવાયો હતો,

હળવદ વિશ્વ હિન્દુ પરિષદ-બજંરગદળ દ્વારા શિશુ મંદિર ખાતે રાવણદહન સાથે શસ્ત્ર પુજન કરી વિજયાદશમીના પર્વની ઉજવણી કરી હતી, વિજયાદશમીનો પર્વ એટલે આસુરી શક્તિનો નાશ,વિહીપ બજરંગદળ દ્વારા રાવણ દહન કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ,ભારત વિશ્વ કલ્યાણકારી સનાતન હિન્દુ ધમૅની સંસ્કુતિ દીપ પ્રાગગટય તે પહેલા દશેરા નિમિતે આસુરી શકિત ના નાશ માટે આ તહેવાર ઉજવાવમાં આવે છે, આ પુતળા બનાવવા માટે ખાસ આગરા યુપી થી તેના કારીગરોને હળવદ બોલાવવામાં આવે છે, સાથે-સાથે શસ્ત્ર પૂજન પણ આ દિવસે અનેરું મહત્વ રહેલું છે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું, બાળકોમાં નાનપણથી શોયૅ પ્રગટ થાય અને શાસ્ત્રની સાથે શસ્ત્ર રહેલું આગવું સ્થાન અને તેના મહત્વનો સમજવાના પ્રયાસરૂપે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે,ભવ્ય આતાશબાજી કરવામાં આવી હતી, આ તકે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા,

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat