Billboard ad 1150*250

મોરબીની સેવાભાવી પાટીદાર સંસ્થાના અગ્રણીઓએ કલેકટરની શુભેચ્છા મુલાકાત લીધી

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        પાટીદારધામ ટ્રસ્ટ અને જીલ્લા પાટીદાર કર્મચારી ગ્રુપના સભ્યોએ જીલ્લા કલેકટર જે બી પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી જે પ્રસંગે મોરબી જિ. પ્રા. શિ. સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવા, પાટીદારધામના પ્રમુખ સેવક કિરીટ દેકાવાડીયા, જીજ્ઞેશ બોઘરા, નરેન્દ્ર બાવરવા, નાનજીભાઈ મોરડીયા, નરેન્દ્ર કાલરીયા દ્રારા સાથે મળીને પાટીદારધામ ટ્રસ્ટ મારફત ચાલતી જી.પી.એસ.સી.ના વર્ગની અને તેમના કાર્યથી કલેક્ટરને માહિતગાર કરવામાં આવ્યા, સાથે – સાથે ચાલતા ફ્રી સેમિનાર મારફત ગરીબ પરિવારના પાટીદાર વિધાર્થી ભાઈઓ/ બહેનોને થયેલ લાભોની ચર્ચા કરવામા આવી.

         જિલ્લા વહીવટી તંત્ર સાથે અમો હરહંમેશ સાથે મળી ને  રાષ્ટ્રિય કામગીરી જેવી કે ચૂંટણીલક્ષી , વસ્તીગણતરી કે કુદરતી આફતના સમયે કદમ પે કદમ મિલાવીને તંત્ર સાથે ખડેપગે રહેશું તેની ટીમ વતી ખાત્રી આપવામાં આવી, પાટીદારધામ – મોરબી , જિલ્લા પાટીદાર કર્મચારી ગ્રુપ દ્રારા કલેક્ટરનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું..

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat