મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારાની નિયુક્તિ.

 

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના આકસ્મિક અવસાન બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ  અઘારાની નિમણુંક કરવામાં આવી છે.

નયનભાઈ અઘારા મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે. નયનભાઈ ગત મોરબી જિલ્લા પંચાયતની રવાપર સીટ પર વિજેતા થયેલ. મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. 2010 -15મા મોરબી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે.વર્તમાનમાં રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, સર્વ કાર્યકરો તથા મોરબી જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારાની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખની નિમણૂકને સહર્ષ આવકારી છે.

કિશોરભાઈ ચીખલીયા ના આકસ્મિક અવસાન ને કારણે કોઈ પણ જાતની ઉજવણી કર્યા વિના સાદગીથી પદ સંભાળી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કાર્યક્રમમા કામે લાગી ગયા છે.

 

Leave A Reply

Your email address will not be published.