


નામ એનુ સતવારા સોંગ વિમોચન તથા મોરબીના સતવારા સમાજના કવી નશાના જન્મ દિવસ પ્રસંગે સતવારા સમાજના ગીત નું વિમોચન કરવામાં આવ્યું હતું.પંચાસર રોડ આવેલ લક્ષમણ ફાર્મ હાઉસ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .સતવારા સમાજની સાચી ઓળખ નામ એનું સતવાર વિડિયો સોંગને ભાવેશભાઇ કંઝારીયાના હસ્તે યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યુ હતું.
કવી નશા (નરશીભાઇ ચાવડા) એ જેમા સ્વર છે સતવારા સમાજના ચમકતા સીતારા ભાઇ બહેનની જોડી;કોમલ ચાવડા અને પ્રકાશ ચાવડા એ તેમજ સંગીત આપ્યુ છે સંદીપ સોનગ્રા તેમજ જીત ગઢવીએ અને પ્રોડ્યુસર છે જયદીપ હડિયલ તો આ આખે આખી ટીમને બિરદાવવા હતા. પ્રસંગે સમાજના અગ્રણીઓ ભાવેશભાઇ કંઝારીયા, કરમશીભાઇ પરમાર, અરજણભાઇ કંઝારીયા, ગણેશ નકુમ, તેમજ વિજય પરમાર વગેરે ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનનાવવા આગેવાનો ખુબજ જહેમત ઉઠાવી હતી.

