મોરબી : રફાળેશ્વર ગામે ધૂળના ઢગલામાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ધૂળના ઢગલામાં છુપાવીને રાખવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ગામે ધૂળના ઢગલામાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા આરોપી લખનસિંહ પ્રવીણસિંહ ઝાલાના રહેણાંક મકાન સામેથી વિદેશી દારૂ બોટલ નંગ-૫૦કિમત રૂ.૯૦૦૦ મળી આવતા તેને જપ્ત કરી આરોપી લખનસિંહને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat