મોરબી પોલીસે ૩૧ મોબાઈલ, બાઈક અને રોકડ સહીત ૧૦.૪૬ લાખનો મુદામાલ પરત

 

મોરબી એ ડીવીઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા ૬.૫૬ લાખના ૩૧ મોબાઈલ, બે સોનાના પાટલા, ૧ બાઈક અને રોકડ સહીત ૧૦.૪૬ લાખનો મુદામાલ પરત સોપ્યો હતો

 

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢતા તેમજ રીક્ષામાં પડી ગયેલ રોકડ રૂપિયા, એક બાઈક શોધી કાઢવા ટીમે કામગીરી કરી હતી જેમાં CEIR પોર્ટલ ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટના પરિણામ સ્વરૂપ ૩૧ મોબાઈલ કીમત રૂ ૬,૫૬,૬૪૯ તેમજ ગીરો મુકેલ સોનાના પાટલા એક જોડી કીમત રૂ ૩ લાખ, નેત્રમ સીસીટીવીની મદદથી ચોરી થયેલ એક બાઈક કીમત રૂ ૫૦,૦૦૦ અને રીક્ષામ ભૂલી ગયેલ રોકડ રૂ ૪૦,૦૦૦ સહીત કુલ રૂ ૧૦,૪૬,૬૪૯ નો મુદામાલ અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી

Leave A Reply

Your email address will not be published.