

મોરબીની સ્પેશીયલ પોક્સો કોર્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાનો પીછો કરી જાતીય સતામણી કરવાના આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કરી નિર્દોષ છોડી મુકવાનો કર્યો છે.
વિગતો મુજબ, ફરિયાદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિજય મચ્છા ધ્રાંગીયા તેમની સગીર વયની પુત્રીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા અવારનવાર મેસેજ કરી હેરાન કરતો હતો. આ મામલે પોલીસે આઈપીસી અને પોક્સો એક્ટ હેઠળ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. કેસની ટ્રાયલ દરમિયાન આરોપી પક્ષના વકીલ મયુર પુજારાએ રજૂ કરેલી દલીલો અને નક્કર પુરાવાના અભાવે પોક્સો કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવ્યો છે.


