મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માળીયામાં અસરગ્રસ્તોને ૭૦૦ કીટનું વિતરણ કરાયું

મોરબીના માળિયા અને આજુબાજુના વાંઢ વિસ્તારમાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે પુર હોનારત આવેલ હોય તેથી પુરગ્રસ્તો માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી તરફથી પોતના સ્વભંડોળ માંથી ૭૦૦ રાશનકીટનું વિતરણ કરવામાં આવી હતી,જેમાં ધઉંનો લોટ-૫ કિલો,ખાંડ-૧ કિલો,ચા-૨૫૦ ગ્રામ,ભાત-૧ કિલો,તુવેરદાળ-૫૦૦ ગ્રામ,ખીચડી-૧ કિલો,મીઠું-૧ કિલો,મરચું-૨૦૦ ગ્રામ,બાકસ-૧ અને હળદર-૧૦૦ તેમજ ૨-કિલો બટાટાની ૭૫૦ કીટ મોકલવામાં આવી છે.આ કીટનું વિતરણ મોરબી માર્કેટીંગયાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયા,મોરબી જીલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી,સેક્રેટરી જગદીશ ભીમાણી અને યાર્ડના કર્મચારીઓએ સાથે મળીને કીટનું વિતરણ કર્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat