જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં મોરબી જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માગ

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક તાજેતરમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને રામધન આશ્રમ ખાતે મળી હતી.જેમાં GSTના લીધે વેપારીઓને પડતી મુશ્કેલી,બેરોજગારોને ભથ્થું,અતિવૃષ્ટિને લીધે ઉભી થયેલ સ્થિતિ અંગે તેમજ સમાન શ્રમ-સમાન વેતન,ખેડૂતોને પાક વીમો,ખેત પેદાશના વળતર દાયક ભાવો,કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ,પાટીદારોને અનામત જેવી વિવિધ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિને લીધે ટંકારા,વાંકાનેર,માળીયા,મોરબી અને અંશત: હળવદ તાલુકામાં તારાજી સર્જાયેલ છે.ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે.ઉભા પાક બળી જવાની ભીતિ સેવાય રહી છે.ત્યારે સમગ્ર જીલ્લામાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઉભી થયેલ હોવાથી ભારે નુકશાન થયું છે.જેને ધ્યાને રાખીને મોરબી જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી આર્થિક વળતર આપવા ગંભીર વિચારણા કરવામાં આવી હતી અને પ્રાથમિક સર્વેક્ષણ અંદાજીત પ્રથમ તબ્બકે તાબડતોડ ૧૦૦ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવા રાજ્ય મહેસુલ તંત્રને ફરજ પાડી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

અંતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે મચ્છુ નદીના પુરને કારણે સરકારી હોસ્પિટલ,તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં પાણી ફરી વળતા રેકર્ડ પલળી ગયું છે.સરકારી કચરીઓમાં પાણી ભરાવાનેલીધે બેસવા લાયક રહી નથી.જેથી કરીને લોકોને અસરગ્રસ્તોના  વળતર માટે આપવા પડતા જરૂરી દાખલાઓ મેળવવામાં અગવડ પડે છે.તે જોતા તાલુકા પંચાયત અને મહેસુલી કચેરીઓની મરામત યુધ્ધના ધોરણે હાથ ધરી રાબેતા મુજબ કરવા તથા ટંકારા ખાતેની સરકારી કચરીઓની પણ હાલત સાવ બદતર બની છે.તે વહેલા સર સુધારવા માંગણી કરી હતી.આ બેઠકમાં જીલ્લા કોંગ્રેસના હોદેદારો,પદાધિકારીઓ,તાલુકા જીલ્લાના સભ્યો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat