Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ગોપાલ સોસાયટીમાં ગરબીમાં થયેલ બોલાચાલી મામલે મારામારી

મોરબી ગોપાલ સોસાયટીમાં રહેતા પ્રકાશ વાલાભાઈ  બોરીચા બપોરના સમયે તેની દુકાને હતા ત્યારે સોસાયટીના જ પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ,મહેન્દ્રસિંહ,રાજદીપસિંહ,યુવરાજસિંહ અનેં લકીરાજ્સિંહએ આવીને છોકરા બાબતે ઝધડાનું મનદુઃખ રાખીને ભૂંડી ગાળો આપી લાકડી અને તલવાર વડે હુમલો કરી ઈજા પહોચાડી છે.આ બાબતે પ્રકાશભાઈએ મોરબી બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

સામા પક્ષે પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોધાવી છે કે બે વર્ષ આગાઉ પ્રહલાદસિંહને ગરબીમાં બોલાચાલી થયેલ તે બાબતે મન:દુખ રાખીને લાકડી અને ધારિયાથી મારમારતા ઈજા પહોચાડતા પ્રકાશભાઈ વાલાભાઈ બોરીચા,અરજણભાઈ,વાલાભાઈ અને મુનાભાઈ સામે ફરિયાદ નોધાવી છે.બી.ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat